Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જૂનાગઢમાં પકડાયેલ આરોપી આંતર જીલ્લા આરોપી નિકળ્યો : પીનાકે છૂપાવ્યા પણ પોલીસે ગુન્હા ખોલ્યા

જૂનાગઢ,તા. ૩૦: તાજેતરમાં જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે બિગાડ ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ જાતે ગુર્જરા ક્ષત્રિય ઉવ. ૨૪ રહે. દાતાર રોડ કામદાર સોસાયટી ના નાકે જૂનાગઢ વાળાની ધરપકડ કરવામાં આવેલ હતી. જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે બિગાડના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ દારૂ પીધેલના ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ, એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.જી.ચૌધરી હે.કો. માલદેભાઈ, પો.કો. વનરાજસિંહ , અનકભાઈ, દિનેશભાઈ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ રહે કામદાર ની ઈ ગુજકોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ જાતે ગુર્જર ક્ષત્રિય ૨૦૧૮ ની સાલમાં જૂનાગઢએ ડીવીજન પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલના ૨ કેસમાં, ૨૦૧૯ ની સાલમાં પણ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મારામારી, ઇજા, તેમજ ૨૦૧૭મી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન તેમજ પાસા , ૨૦૧૯ ની સાલમાં આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ના પ્રોહીબીશન ના, ૨૦૧૯ ની સાલમાં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હાઓમાં પકડાયેલ આરોપી હોવાની વિગતો, ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. બિગાડના ગુન્હામાં પકડાયેલ આરોપી પીનાક મહેશભાઈ ચૌહાણ પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, વાપી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ના ગુન્હામા સંડોવાયેલ હોય જે પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોનીક સંપર્ક કરતા સદર આરોપીને વાપી પોલીસ સ્ટેશન ના ગુ.ર.ન. થર્ડ ૫૦૬/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એ ઈ, ૮૧, ૯૮(૨) મુજબ ના ગુન્હા મા પકડવાનો બાકી વોન્ટેડ હોવાનું પણ જાણવા મળેલ હતું. આમ, પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરવામાં આવતા આ પકડાયેલ આરોપી આંતર જિલ્લા આરોપી નીકળ્યો હતો અને ઈ ગુજકોપ એપ્લિકેશન એ આરોપીની પોલ ખોલી નાખતા, આરોપી ક્ષોભ જનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોકત ગુન્હાઓ આચારેલાની કબૂલાત કરવામાં આવેલ છે.

આમ, ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, ઈ ગુજકોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થયેલ છે.

(12:48 pm IST)