Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઉના પાસે ટેમ્પો પલટી મારી ગયો

ઉના : ઉના તરફથી જૂનાગઢ જતો કુરિયર નો સામાન ભરેલ ટેમ્પો નંબર જીજે૧૧ટીટી ૯૭૯૨ ગીર ગઢડા નજીક પહોંચતા સામેથી પુર પાટ ઝડપે આવતી કારને બચાવવા જતા ટેમ્પોના ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેમ્પો રોડ પાસે આવેલ ખેતરમાં પલટી માર્યો હતો જેમાં ટેમ્પો આગળના ભાગે આવેલ કેબિન થી અલગ પડી ગયો હતો અને ટેમ્પો ચાલક વિજયભાઈ ઓડેદરા ઉ.૨૮ રહે . જુનાગઢ વાળાનો આબાદ બચાવ થયો હતો કોઈને જાનહાનિ થયેલ ન હતી. પલટી મારી ગયેલ ટેમ્પોની તસ્વીર.(તસ્વીરઃ નીરવ ગઢિયા.ઉના)

(11:26 am IST)