Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

જૂનાગઢમાં તમામ શિક્ષણ પરિવારના મંડળોની સંકલન બેઠક મળી

ઉપરોકત તસ્વીરમાં સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત લોકો તેમજ જીલ્લા શિક્ષણાધિકારીનું સન્માન થતુ નજરે પડે છે.

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૩૦ : જૂનાગઢના શ્રીમતી એન.બી.કાંબલીયા કન્યા વિદ્યામંદિર ખાતે ગઇકાલે સાંજે ૪ કલાકે જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તમામ શિક્ષણ પરિવારના મંડળોની સંકલનની બેઠક મળી હતી.

આ બેઠકમાં જીલ્લા શાળા સંચાલક મંડળ તેમજ નોનગ્રાન્ટેડ જિલ્લા શાળા સંચાલક મંડળ જિલ્લા આચાર્ય સંઘ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જિલ્લા ગ્રામ્ય શહેર વ્યાયામ શિક્ષક સંઘ, જિલ્લા વહીવટી સંઘ જિલ્લા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ જૂનાગઢ જિલ્લાના હોદ્દેદારો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌપ્રથમ તાજેતરમાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ યોજાયેલ મહારકતદાન કેમ્પની સફળતા બદલ ઉપસ્થિત સૌએ ઉપાધ્યાયને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમનું સન્માન કરાયુ હતુ તેમજ ફાજલની ફાળવણી પ્રથા શિક્ષક વધતા વહીવટી કર્મચારી સેવક ૪ ઓનલાઇન શિક્ષણ કસોટી વાર્ષિક નિરીક્ષણ બ્લડ ડોનેશન કેમ્પ પડતર તુમાર એસએસસી, એચએસસી પરીક્ષા બાબત તેમજ સ્થાનિક પરીક્ષાનુ આયોજન ઉ.પ  ધો.૧૧ સંકલન સમિતિની તેમજ અન્ય રજૂઆત ચર્ચાઓ કરાઇ હતી અને તમામ પ્રશ્નોના ઉકેલ માટે આર.એસ.ઉપાધ્યાય દ્વારા હકારાત્મક ઉકેલ લાવવા સૌને જણાવ્યુ હતુ. આ બેઠકમાં શિક્ષણ પરિવારના મંડળોના હોદ્દેદારો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ શૈક્ષણિક વહીવટી પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ તકે બ્લડ ડોનેશન કેમ્પના સફળ આયોજન અને સફળતા બદલ તેમજ વહીવટી પ્રશ્નોના ઝડપી નિરાકરણ લાવવા આર.એસ. ઉપાધ્યાયનું માધ્યમિક શિક્ષક સંઘ જૂનાગઢના પ્રમુખ નિલેશભાઇ સોનારા  તથા મહામંત્રી અશ્વિનભાઇ ચાવડાએ સન્માન કર્યુ હતુ.

(12:50 pm IST)