Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

નવજાત બાળકના ગળા માં નાળ વિટલાય ગયેલ હોવા છતાં પણ 108 એમ્બ્યુલન્સ ટીમ ઓખા દ્વારા સફળ પ્રસુતિ

ખંભાળિયા:::ઓખા બેટ ગામ ના મજૂરી કામ કરતા મહિલા સગર્ભા હતા તેમને  પ્રસુતિ ની પીડા ઉપાડતા  દ્વારકા નવજ્યોત હોસ્પિટલ લઈ જતા સગર્ભા મહિલા ને  સારવાર માટે  108 માં મોકલેલ 30/10/2020 ટાઈમ 06:08 સવારમાં  ઓખા 108 માં કેસ  મળતા જ ફરજ પર હાજર ઈ એમ ટી વિજયભાઈ ડામોર તેમજ પાઇલટ પરબતભાઈ મોરી ઘટના સ્થળ પર દર્દી ને લેવા પહોંચી ગયેલા હતા તેમજ તુરંત જ દર્દી ને લઇ ને દ્વારકા તરફ રવાના થયા હતા તે દરમિયાન રસ્તામાં મહિલા ને વધુ પ્રસુતિ ની પીડા ઉપાડતા 108 માં ફરજ બજાવતા ઇ એમ ટિ વિજયભાઈ એ તપાસ કરતા બાળક ના ગળા માં નાળ વિટલાય ગયેલ હોય  સમય સૂચકતા વાપરી ઈ એમ ટી વિજયભાઈ દ્વારા રસ્તા માં એમ્બ્યુલન્સ થોભાવી ગળા માંથી નાળ સરકાવી ને બાળક ની ડિલિવરી સલામત રીતે કરાવેલ અને ત્યાર બાદ જરૂરી સારવાર આપી ને દ્વારકા નવજ્યોત હોસ્પિટલમાં  માતા અને બાળક ને હેમખેમ પહોંચાડ્યા હતા અને દર્દી ના સગા માં પણ ખુશી ની લાગણી ફેલાઇ અને 108 ની કામગીરી ને બિરદાવી હતી.આમ સીઝેરીયન ના યુગ માં નોર્મલ ડિલિવરી કરાવી ને આગવું ઉદાહરણ પ્રસ્થાપિત કરતા સગા દ્વારા 108 નો આભાર માનેલ અને શુભેચ્છા પાઠવવા માં આવેલ હતી..

(4:49 pm IST)