Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વાંકાનેર તાલુકામા બાયોડીઝલ બિન અધિકૃત વેંચાણ સામે પેટ્રોલ-ડીઝલ એસો. દ્વારા વિરોધ પ્રદર્શન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા.૩૦ : વાંકાનેર તાલુકામાં બાયોડિઝલ બિન અધિકૃત વેચાણ સામે વાંકાનેર તાલુકા પેટ્રોલ-ડિઝલ એસો. દ્વારા સબળ વિરોધ વ્યકત કરાયો છે.

ગેરકાયદે બાયોડિઝલ વેંચાણ બાબતે વાંકાનેર તાલુકા પેટ્રોલ-ડિઝલ એસોસીએશન દ્વારા મામલતદાર વાંકાનેરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવાયેલ છે કે, ''અમો વાંકાનેર તાલુકાના સર્વે પેટ્રોલ પંપ ડીલર ભાઇઓ તરફથી આપને લેખિત ફરીયાદ જણાવીએ છીએ કે, વાંકનેર તાલુકાના જોધપુર ગામે બ્રીજ ઉતરતા ડાબી સાઇડમાં કિસ્મત એન્ટરપ્રાઇઝના નામથી અનઅધિકૃત કેમીકલ બાયો ડિઝલના નામથી વેંચાણ થઇ રહ્યું છે. આવા અન અધિકૃત રીતે ચાલતા પંપને સરકારના આદેશ મુજબ તાત્કાલીક ધોરણે બંધ કરાવવા અમારી નમ્ર વિનંતી છે. ''આ આવેદન પત્રની નકલ મોરબી જીલ્લા કલેકટર તથા વાંકાનેર પીઆઇને પઠવાયેલ હોવા છતાં હજુ સુધી આ અનઅધિકૃત કેમીકલનું વેંચાણ બંધ થયુ નથી. આ આવેદનપત્રમાં ખ્વાજા પેટ્રોલીયમ, કેમ્બ્રીજ ઓટો, જ્યોતી પેટ્રોલીયમ, રાજશકિત પેટ્રોલીયમ, આર્શીવાદ પેટ્રોલીયમ, શ્રી નાથજી પેટ્રોલીયમ સહિતના પેટ્રોલ ડીઝલ એસો.ના પ્રોપ્રાઇટરો સામેલ રહ્યા છે.

(11:28 am IST)