Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જૂનાગઢ જીલ્લા જેલમાંથી કાચા કામનાં કેદીનો ગળેફાંસો ખાઇને આપઘાત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ ,તા. ૩૦: જૂનાગઢ જિલ્લા જેલમાં આજે સવારના કાચા કામના કેદી હરેશ ઉર્ફે ઝીણો મનુભાઇ બોધરા (ઉવ.૩૫) ગીરગઢડાના નીટલી ગામનો રહેવાસીએ જેલની અંદર બેરેકની બહાર મફલર વડે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું છે.

કેદી છેલ્લા છ મહિનાથી જૂનાગઢ જિલ્લા જેલમાં ૩૭૬ અને પોસ્કો કલમ હેઠળ જેલમાં ધકેલાયો હતો. ત્યારે આજે સવારના આ કાચા કામના કેદીએ મફલર વડે જીવન ટુંકાવી આવતા તંત્ર દોડતુ થયું હતું.

કેદીની ડેડબોડીને જામનગર ખાતે પીએમ માટે ખસેડવામાં આવી છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(3:34 pm IST)