Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 25 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક ૨૬૮૩ એ પહોચ્યો

અત્યાર સુધીમાં ૨૩૪૨ જેટલા વ્યક્તિઓ સાજા થયા : હાલમાં ૧૭૯ એક્ટિવ કેસ

મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે મોરબી જીલ્લામાં નવા ૨૫ કેસો નોંધાયા છે. જેમાં મોરબી સિટીમાં  ૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૬ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અને ડિસ્ચાર્જ ૧૬ કરાયા છે. વાંકાનેર સિટીમાં ૩ અને ગ્રામ્ય વિસ્તાર માં ૦ કેસ નોંધાયા છે. ડિસ્ચાર્જ ૩ ત્યારે મોરબી જિલ્લાના હળવદ સિટીમાં ૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ અને ડિસ્ચાર્જ ૪ ત્યારે મોરબી જિલ્લાના માળીયા મીયાણામાં શહેરીમાં ૦ અને ગ્રામ્યમાં ૦ અને  ડિસ્ચાર્જ ૦ ત્યારે ટંકારા માં શહેરમાં ૦ અને ગ્રામ્ય માં ૧ કેસ નોંધાયો છે. અને ડિસ્ચાર્જ ૧ થયેલ છે. આ સાથે આજે મોરબી જીલ્લામાં ટોટલ ૨૫ કેસ અને ૨૪ ડિસ્ચાર્જ કરાયા છે. અને આજે ૯૪૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને અત્યાર સુધીમાં ૧૧૩૩૭૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. 

ત્યારે કોરોનાના કુલ એકટીવ  કેસ નો આંકડો ૧૭૯ એ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં ૨૩૪૨ જેટલા વ્યક્તિઓ સાજા થઈ ગયા છે અને કુલ ૧૮ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૨૬૮૩ એ પહોચ્યો છે.

(10:27 pm IST)