Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સુરેન્દ્રનગર જિ.નાં ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયની રકમ ઝડપથી ચુકવવા માંગ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૩૧: ચાલુ વર્ષમાં ગત સપ્તાહમાં સમગ્ર જિલ્લામાં હતી અતિથી અતિભારે વરસાદ પડવાથી ખેડૂતોના પાક કપાસ,એરંડા,તલ,મગ, કઠોળ વગેરે પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ હતું તેના પર પાણી ભરાઈ જવાથી પાક બળી જવા પામ્યો છે, તો ઝડપથી સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવી આ પાયમાલી માંથી બચાવી લેવા માટે ખેડૂત દ્વારા અપીલ કરાઇ છે.

મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના માપદંડ માં સુધારો કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષથી સરેરાશ આખી સિઝનનો ૨૩ ઈંચ વરસાદ પડ્યો છે. જયારે મુખ્ય મંત્રી કિંસાન સહાય યોજના માં ૪૮ કલાકમાં ૨૫ વરસાદ પડે તો લાભ કે વળતર આપવાની વાત છે .

છેલ્લા ૧૦ વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં કયારેય ૪૮ કલાક માં રપ ઇંચ વરસાદ પડયો નથી. તો આ યોજનામાં સુધારો કરવામાં આવે તેવી જ રીતે દુષ્કાળ અને કમોસમી વરસાદના માપદંડમાં પણ સુધારો કરવામાં આવે  તેવી અપીલ કરાઇ છે.

(10:56 am IST)