Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

વડિયા -ભેંસાણ વચ્ચે સાત સિંહના ટોળાના આંટાફેરા : રાત્રે મારણ કરતા ભયનો માહોલ

હનુમાન ખીજડીયા અને ખજૂરી હડમતીયા વચ્ચે મારણ કરી મિજબાની માણી

વડિયા,તા. ૩૧: એક બાજુ મગફળીની મૌસમ પૂર્ણ થઇ છે ત્યારે શિયાળુ વાવેતરમા ઘઉ, ચણા, ધાણા વગેરેનુ વાવેતર ચાલુ છે અને કપાસનો પાક હજુ ખેતરમાં ઉભો છે ત્યારે વડિયા અને ભેસાણ તાલુકા વચ્ચે આવેલા બંને તાલુકા ના બોર્ડર ના ગામડા હનુમાનખીજડીયા અને ખજૂરી હડમતીયા ગામના સીમાડે એક ખેતર માંગત રાત્રીના એક મારણ કરી એ મારણની મિજબાની માણતા સિંહ જોવા મળી રહ્યા છે. તે સમયે હાજર લોકોના મતે સાત જેટલાં સિંહનુ ટોળુ આ વિસ્તારમાં ફરે છે. આ ટોળાએ અહીં મારણ કર્યું છે. આવે સિંહ ના ટોળા ના ભયના કારણે ખેડૂતોને ખેતી મા ભયના માહોલ નીચે કામ કરવુ પડી રહ્યુ છે. અહીં રાત્રી રોકાણ વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો પણ વાડીઓમા ભયના ઓથાર નીચે વસવાટ કરી કામ કરતા જોવા મળી રહ્યા છે. આ સિંહ ના ટોળાથી મૌસમના સમયે એક બાજુ ભયનો માહોલ જોવા મળે છે તો બીજી બાજુ સિંહના વસવાટનો આ વિસ્તારમાં ભય બનતો હોય તેવું લાગી રહ્યુ છે. અગાઉ થોડા સમય પેહલા વડિયા વિસ્તારમાં સિંહ જોવા મળ્યા ના સમાચાર સાંભળવા મળ્યા હતા.

(11:29 am IST)