સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st October 2020

ગારીયાધાર પીજીવીસીએલ કચેરી હેઠળ

SKY યોજનાનો થયેલ પ્રારંભઃ સોલારથી ઉત્પન્ન થયેલી મોટા ચારોડિયા ફિડરના ખેડૂતોને દિવસે લાઇટ મળશે

ગારીયાધાર,તા. ૧: ગારીયાધાર પીજીવીસીએલ પેટા વિભાગ કચેરી દ્વારા સુર્ય શકિત કિસાન યોજના અંતર્ગત ૧૧ કે.વી. મોટા ચારોડિયા ફીડરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ એસકેવાયમાં મોટા ચારોડિયા ફિડર નીચે આવતા ખેડૂતોને દિવસ દરમિયાન ફિડર નિચે આવતા ખેડૂતોને દિવસ દરમિયાન ૧૨ કલાક લાઇટ મળશે તેવું જણાઇ રહ્યું છે.સરકાર દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં લાવવામાં આવી રહી છે. જે પ્રથમ પ્રયાસમાં સમગ્ર જીલ્લામાં ગારીયાધાર, મહુવા અને વલ્લભીપુર ખાતે ચાલુ કરવામાં આવી છે. આગામી દિવસોમાં તેનું પરિણામ જોતા આ યોજના આગળ ધપાવાશે.

આ યોજનાનો પ્રારંભ કરાવવા માટે ભાવનગર વર્તુળ કેચરીના અધિક્ષક ઇજનરે ડી.વી.લાખાણી, કાર્યપાલક ઇજનેર એસ.એસ.રાઠોડ, દ્વારા પ્રારંભ કર્યા હતો. જેમાં ગારીયાધાર કચેરીનો સ્ટાફ અને ફિડરના ખેડૂતો હાજર રહ્યા હતા.

(11:08 am IST)