સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st October 2020

ભાણવડ તાલુકામાં ઇ ગ્રામ વીસીઇ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરશે

૧૪ વર્ષથી પગાર વગર માત્ર કમિશનથી કામ કરવા છતા કમિશન વધારવાને બદલે ઘટાડયું : ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરીનો બહિષ્કાર : ભીડને કારણે વીસીઓ કોરોના ગ્રસ્ત થવાની ભીતી દર્શાવી આવેદન પત્ર પાઠવ્યું

(ડી.કે. પરમાર દ્વારાા ભાણવડ તા.૧ : ગુજરાત દ્વારા ઇ.ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ વી.સી.ઇ. છેલ્લા ૧૪ વર્ષથી વગર પગારે કમીશન પર કામ કરે છે. સરકાર દ્વારા વી.સી.ઇ.ના હિત માટે આજ દિવસ સુધી કોઇ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.વી.સી.ઇ.ને કોઇ લાભ કે પગાર ધોરણ બાબત વિચારણા  ન કરતા તમામ વી.સી.ઇ. દ્વારા અવાર-નવાર રજુઆત કરવા છતા કોઇ નિરાકરણ ન આવતા રાજય મંડળ દ્વારા ખેડુતોના ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન કરતી વખતે વધારે ભીડના કારણે વી.સી.ઇ. કોરોના ગ્રસ્ત થવાની સંભાવના છે.

અગાઉ કરેલી કામગીરીનું હજુ કોઇ ચુકવણુ કરેલ નથી છેલ્લા ૧૪ વર્ષથી કમીશનથી કામ કરતા હોય છતા કમીશનમાં ઘટાડો કરેલ છે. જેવા વિવિધ કારણોસર તાલુકાના વી.સી.ઇ. દ્વારા તાલુકા વિકાસ અધિકારી ભાણવડને લેખીત રજુઆતમાં કામગીરીનો બહિષ્કાર કરવા જણાવેલ સાથે સાથે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવેલ.

(11:46 am IST)