સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st October 2020

જુનાગઢમાં ચોથા દિવસે ધો.૧૨ની સામાજીક વિજ્ઞાન અને તત્વજ્ઞાન સહીત વિષયોની પૂરક પરિક્ષા

શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ એક પણ કોપી કેસ થયો નથીઃ આર.એસ ઉપાધ્યાય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧: જુનાગઢમાં ધો.૧૨ની પુરક પરિક્ષા લેવામાં આવી રહી છે જે અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર એસ ઉપાધ્યાયે જણાવ્યુ હતુ કે ગઇકાલે સતત ત્રીજા દિવસે એક પણ કોપી કેસ થયો ન હતો અને વિદ્યાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં પરિક્ષા યોજાઇ હતી. જેમાં સવારે હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ૯માંથી ૮ વિદ્યાર્થી હાજર રહ્યા હતા અને ૧ ગેરહાજર રહેલ અને બપોરની સેશનમાં નામાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં ૧૬૩૦માંથી ૧૩૦૫ વિદ્યાર્થીઓ હાજર રહેલ અને ૩૨૫ ગેરહાજર તેમજ અંગ્રેજી માધ્યમમાં ૩૪માંથી ૨૯ વિદ્યાર્થીઓ હાજર અને પ ગેરહાજર રહ્યા હતા. આમ બે સેશનમાં લેવાયેલ ૨ વિષયની અંગ્રેજી અને ગુજરાતી એમ બે માધ્યમની પરિક્ષામાં કુલ ૧૬૭૩માંથી ૧૩૪૨ વિદ્યાર્થીઓ હાજર અને ૩૩૧ ગેરહાજર રહેલ અને ત્રીજા દિવસે એક પણ કોપી કેસ થયેલ નથી અને શાંતિપુર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ  પરિક્ષા આપી રહ્યા છે આજે સવારની સેશનમાં રાજયશાસ્ત્ર, સામાજીક વિજ્ઞાન અને બપોરે તત્વજ્ઞાન સહીતના વિષયોની પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે પરિક્ષા કેન્દ્રની મુલાકાત લઇ શ્રી આરએસ ઉપાધ્યાય વિદ્યાર્થીઓને કોઇ પણ જાતની મુશ્કેલી ન પડે તેની કાળજી લઇ રહ્યા છે.

(12:45 pm IST)