સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 2nd October 2020

થાનગઢનાં સારસાણાનાં પાટીયા પાસે ભરાયેલ પાણીમાં સરકારી દવાઓનો જથ્થો મળતા ચકચાર

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઇ!

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨: થાનગઢથી મોરથળા જવાના રોડ ઉપર સારસાણાનાં પાટીયા સામે પાણીના ભરાયેલ ખાડામાં સરકારી દવાઓનો જથ્થો મળી આવતા ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા આરોગ્ય કર્મી સામે શંકાની સોય તાકવામાં આવી રહેલ છે.

વિગત મુજબ વરસાદી ભરાયેલ પાણીમાં લોકોને દવાઓ સહિત મેડીકલ જથ્થો જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે.

ટોક ઓફ ધ ટાઉન બનેલ આ સંદર્ભમાં કોઇ આરોગ્ય વિભાગમાં ગ્રામ્ય સ્તરે કામ કરનાર દ્વારા ગ્રામ્ય લોકોમાં વહેંચવાની દવાઓનાં જથ્થાને ઓન પેપર કામગીરી કરી હોય પરંતુ વાસ્તવમાં લોકો સુધી ન પહોંચી હોય તેવા જથ્થા નો બારોબાર નિકાલ કરાયો હોય તેવી આશંકા વ્યકત કરવામાં આવી છે.

આ સંદર્ભે આરોગ્ય અધિકારી ને જાણ થતા તેઓ પણ ચૌકી ઉઠ્યા હતા મળી આવેલ દવાઓ કેટલીક સરકારી અને ખાનગી પણ છે આમતો એક પ્રકારનું મેડીકલ વેસ્ટ કહેવાય છતા તપાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.

(11:39 am IST)