સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

કચ્છમાં બેના મોત સાથે કોરોનાના વધુ ૧૦ કેસ : મોરબી-૨૯ અને ભાવનગરમાં ૨૦ દર્દી

રાજકોટ,તા. ૪: કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે કચ્છમાં બે નો ભોગ લેવાઇ ગયો છે. ત્યારે કચ્છમાં ૩૦, મોરબી ૨૯ અને ભાવનગરમાં વધુ ૨૦ દર્દી પણ નોંધાવા પામ્યા છે.

કચ્છમાં ૩ દિ'માં ૮૧ કેસ

ભુજ : કચ્છમાં કોરોના નો કહેર જારી રહ્યો છે. નવા ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા છે, તો લાંબા સમય પછી ૨ મોત પણ સરકારી ચોપડે ચડ્યા છે. કુલ કેસ ૩૩૪૨ થયા છે. સાજા થનાર ૨૯૮૪ દરદીઓ છે. જયારે હાલ એકિટવ કેસ ૨૪૨ અને મૃત્યુ પામનારાની સંખ્યા સરકારી ચોપડે ૭૩ થઈ છે.

મોરબી જીલ્લામાં ૨૦ દર્દી સ્વસ્થ

મોરબીઃ જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે જેમાંનવા ૨૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૨૧ કેસોમાં ૦૭ ગ્રામ્ય અને ૧૪ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૫ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૪ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૨ કેસો અને ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૯ કેસો નોંધાયા છે જયારે વધુ ૨૦ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૭૬૦ થયો છે જેમાં ૨૦૧ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૩૮૮ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં ૧૮ દર્દીઓ કોરોનામુકત

ભાવનગરઃ જિલ્લામા વધુ ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૨૮૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુર તાલુકાના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધાર તાલુકાના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:19 am IST)