સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ બાવનમાં દાઇની ૧૧૦મી મીલાદ-પ૩માં દાઇનો કાલે જન્મ દિવસ

કોઇ જાહેર કાર્યક્રમ નહી, આજે સાંજે ૬.૪પ થી ૮.૩પ સુધી ઓનલાઇન વાઅઝ

રાજકોટ :. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજનાં ધર્મગુરૂ બાવનમાં દાઇ અલ મુત્લક હીઝ હોલીનેસ ડો.સૈયદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી.અ.) ના ૧૧૦ મી મિલાદ મુબારક તથા ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીનસાહેબ (ત.ઉ.શ.)ની ૭૭મી સાલગિરાહ તા.પ શનીવારના રોજ છે.

હાલ કોરાનાની મહામારીના હીસાબે સોશીયલ ડીસ્ટસ જાળવવાનું હોવાથી કોઇ જાહેર કાર્યક્રમ નહી થાય, ફકત આજે તા. ૪ શુક્રવારના સાંજે ૬.૪પ થી રાત્રે ૮.૩પ સુધી દરેક દરેક દાઉદી વ્હોરા સમાજનાં ઘરે ઘરે ઓનલાઇન વિડીયો રેકોર્ડીંગથી વાઅઝ મુબારક રીલે કરવામાં આવશે દુઆ કરીને બરકત હાશીલ કરશે.

બાવનમાં દાઇ અલ મુત્લક ડો.સૈયેદના અબુલ કાઇદ જોહર મોહમ્મદ બુરહાનુદીન સાહેબ (રી. અ.)નો જન્મ તા. ર૦ મી રબીઉલ આખર હી. ૧૩૩૩ માં સુરત મુકામે થયો હતો, તા. ૧૬ મી રબીઉલ અવ્વલ હીજરી ૧૪૩પ માં મુંબઇ ખાતે આપ વફાત થયા હતા, પ૦ વર્ષ સુધી બાવનમાં દાઇ તરીકે રહીને દાઉદી વ્હોરા સમાજને કહાથી કહા પહોચાવી દીધા. તેમનામાં આધ્યાત્મિકતા, શ્રધ્ધા, ભકિત, ભાઇચારો, સર્વધર્મ સમભાવની ભાવના માનવ જાતની સેવા કરવાની અદભુત ભાવના ભરેલ પડી છે. તેમના  ભલાઇ માર્ગદર્શનથી દાઉદ વ્હોરા કોમ તેમની શિસ્ત અને સારા કાર્ય માટે શાંત વેપારી કોમ તરીકે જાણીતી બની છે.

દાઉદી વ્હોરા કોમ માટે વ્યાજના દુષણથી છોડાવવા માટે બુરહાની કરદન હસના, નુર કરદન હસના ટ્રસ્ટ વિ.ની સ્થાપના કરેલ છે જેમાં વગર વ્યાજે રકમ આપવામાં આવે છે અને કોમના લોકોને વ્યાજના દુષણથી છોડાવી દીધા. પર્યાવરણ બાબતે અત્યંત જાગૃત હતાં. કોમના લોકોને ઝાડ ઉગાડવા માટે ભારપૂર્વક ફરમાન કરેલ હતું. સફાઇ અભિયાન માટે નજાફત કમીટી બનાવેલ છે જેમાં મોહલ્લાઓ, શહેરોને સફાઇ માટે અપીલ કરેલ છે નવ જવાન ફરઝંદોને દીની અને દુન્યવી રસ્તા પર કેમ  ચાલવું તેની શીખ આપી હતી. આપની નીગરાની હેઠળ તોલોબાઉલ ફુલ્લીયા, શાબાબુલ ઇદીઝ જહબી કમીટી બનાવી નવ જવાન ફરઝંદો વેસ્ટર્ન કલ્ચર દુનિયાની આ બદલાતી આ ગરમ હવામાં ફસાઇને ભુલ ના કરે તે માટે આવી કમીટીઓ બનાવેલ હતી. આવાતો ઘણા ભલાઇના કાર્યો કરેલા હતાં.

કોઇપણ દેશ-ગામ-શહેરોમાં જતા ત્યારે વાઅઝ ફરમાવતા તેમાં જે ધરતી પર વસે છે તેને વફાદાર રહેવા ભારપૂર્વક સંદેશો આપતા હતા અને શાંતિ, ભાઇચારો અને રાષ્ટ્રભકિત તેઓના પ્રવચનનો હિસ્સો હોય જ છે.

ધાર્મિક અને દુન્યવી બાબતોમાં સક્રિય હિસ્સો લઇ રહ્યા હતાં. ધર્મની સાથે દેશ પ્રેમ અને ભાઇચારાની ભાવનાનાં સંદેશાઓથી માત્ર રાજાઓ કે અમીરો જ નહીં પરંતુ સામાન્ય માણસ પણ તેઓથી પ્રભાવીત છે. આજે દાઉદી વ્હોરા કોમમાં શિક્ષણનું પ્રમાણ વધતુ જાય છે તેના પાછળ બંને આકા મૌલાના પ્રેરણા કામ કરે છે. શિક્ષણના  તમામ ક્ષેત્રે વિકાસ માટે તેઓ કોમને પ્રોત્સાહીત કરે છે. તેમની આગેવાની હેઠળ એમ. એસ. બી. એજયુકેશન ઇન્સ્ટીટયુટ જામેઅતુલ સૈફીયાહ, મદ્રેસાઓ, કોલેજોની આ બાબતો ખ્યાલ આપી જાય છે.

આજે ત્રેપનમાં દાઇ અલ મુત્લક ડો. સૈયેદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર સૈફુદીનસાહેબ (ત.ઉ.શ.) આજ પ્રમાણે દાઉદી વ્હોરા સમાજને ઉપદેશો આપી રહ્યા છે અને બાવન દાઇ અલ મુત્લક ડો. સૈયેદના સાહેબ (રી. અ.) ના અધુરા રહી ગયેલ તમામ કાર્યો પોતે પુરા કરી રહ્યા છે અને તેમના રાહ પર ચાલીને દાઉદી વ્હોરા કોમને વધુને વધુ માનભેર અપાવી રહ્યા હોવાનું શેખ યુસુફઅલી (એનડીઆઇ) જોહર કાર્ડસવાલાએ યાદીમાં જણાવ્યું છે.  (પ-૯)

બાવન માં દાઇ અલ મુત્લકની ૧૧૦મી મિલાદ મુબારક...

ત્રેપન માં દાઇ અલ મુત્લકની ૭૭મી મિલાદ મુબારક...

સદા રહેજો બાકી સલામત એ મૌલા

હજારો વરસ એમ દોઆ છે. હમારી

(11:21 am IST)