સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 6th March 2021

રાજકોટ તરફતી ફુલ સ્પીડે આવતી મોટરે રીક્ષાને હડફેટે લેતા ૧૦ ઘવાયા: ત્રણને ગંભીર ઇજા

ગોંડલ ના કોટડાથી બીલખા ખબર કાઢવા સી.એન.જી. રિક્ષામાં જતા  લોકોને કાગવડના પાટિયા પાસે ફૂલ સ્પીડે રાજકોટ તરફથી આવતી કારે હડફેટે લેતા કાર તેમજ રિક્ષા માં બેઠેલ મહિલા તેમજ પુરુષ સહિત લગભગ ૧૦ લોકોને ઇજા પહોંચતા તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયા છે.તેમાંથી 3 લોકો ને ગંભીર ઇજા હોય વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયાનું ફરજ પરના ડોકટરે જણાવેલ.

(11:39 pm IST)