કચ્છમાં ખેડૂતો દ્વારા ચક્કાજામ, ખાનગી કંપની દ્વારા ખેતરોમાંથી બળજબરી વીજલાઇન નાખવા સામે આક્રોશ :નખત્રાણા લખપત હાઈવે બંધ કરાયો, હાઈવે ઉપર ટ્રાફિક જામ વચ્ચે પોલીસ ખડકાઈ
(વિનોદ ગાલા દ્વારા) ભુજ:::::કચ્છમાં ખાનગી કંપનીઓ દ્વારા ગ્રામજનો સામે થઈ રહેલ દાદાગીરીના બનાવો વધી રહ્યા છે. આજે નખત્રાણા લખપત હાઈવે ઉપર ખેડૂતોએ ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. મામલો ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવા ના મુદ્દે હતો. વિરોધ સાથે કોટડા (જડોદર) ગામના ખેડૂતોએ એકઠા થઇ હાઈવે ઉપર ટ્રેકટરની આડશ મૂકી ચક્કાજામ કર્યો હતો. વીજ કંપની દ્વારા આજે વહેલી સવારથી વિજલાઈન માટે જડોદર અને કોટડા વિસ્તારમાં સર્વે કરાઈ રહ્યો છે
સર્વે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. આ વીજલાઇન ખેતરમાંથી પસાર કરવાના સર્વે દરમ્યાન વિરોધ કરવા માટે ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. ખાનગી વીજ કંપની સામે ખેડૂતોમાં ભારે રોષ સાથે ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે.