સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th September 2020

કચ્છમાં કોરોનાનો હાહાકાર : ભુજના પત્રકાર, રાપરના તબીબનું મોત, સરકારી હોસ્પિટલો હાંફી ગઈ

તૈયારીમાં કયાં ચૂક થઈ? હવે, વેન્ટિલેટર બેડ જ નથી, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ પછી હવે માંડવીની હોસ્પિટલ પણ કોરોનાના દર્દીઓથી ફૂલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૦ : કોરોનાના હાહાકાર વચ્ચે ભુજના પત્રકાર નવીનભાઈ પરમાર અને રાપરના ૩૯ વર્ષના યુવા તબીબ ડો. દિનેશ ગઢવીનું મોત નીપજયું છે. અન્ય બે મોત સાથે કચ્છમાં એક જ દિ'માં ૪ મોત થયા હોવા છતાંયે સરકારી ચોપડે એક જ મોત દર્શાવાયું છે. બિનસત્ત્।ાવાર મોતની સંખ્યા ૮૧ હોવાની દહેશત વચ્ચે કચ્છમાં કોરોનાની પરિસ્થિતિ દિનપ્રતિદિન વકરી રહી છે. અત્યારે એકિટવ કેસ ૨૫૧ છે, નવા ૧૩ દર્દીઓ સાથે કુલ દર્દીઓ ૧૫૧૬ થયા છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૧૪૩૫ થાય છે. કચ્છમાં કોરોના સામેની તૈયારીમાં તંત્ર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવાના સરકાર સમક્ષ અને લોકો સમક્ષ કરાયેલા દાવાઓ વચ્ચે વાસ્તવિકતાએ પોલ ખોલી નાખી છે. માર્ચ થી સપ્ટેમ્બર સુધી છ મહિના દરમ્યાન લોકોને સજ્જ થવા અપીલ તંત્ર અત્યારે કચ્છમાં કોરોનાની તૈયારી કરવામાં અટવાઈ ગયુ હોવાનું સામે આવ્યું છે. કોરોના પીક પકડશે અને દર્દીઓ વધશે એવી વાતો વચ્ચે અત્યારથી જ કચ્છની સરકારી હોસ્પિટલો હાંફી ગઈ છે.

(11:10 am IST)