વેરાવળ ખાતે આજની યુવા પેઢી વ્યસનથી મુકત થાય તે ઉદેશથી ઓપન સૌરાષ્ટ્ર ટેનીસ ટુનામેન્ટનું આયોજન કરાયું : હેલ્થ ટ્રસ્ટ અને એફ.એમ.ગ્રુપ દ્વારા આયોજીત ટુર્નામેન્ટમાં તાલાલાના નિગ્રો ઇલેવન વિજય
વેરાવળ : આજની યુવા પેઢી રમત ગમત ક્ષેત્રે પ્રગતિ કરે અને આજનું યુવાધન એ શારીરિક અને માનસિક રીતે મજબૂત બની વ્યસનોને તિલાંજલિ આપી અને નિરોગી બને તે હેતુ થી સૌરાષ્ટ્રભરના ક્રિકેટ પ્રેમીઓ માટે વેરાવળ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન હેલ્પ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને એફ.એમ.ગ્રુપ દ્વારા કરવામાં આવેલ. જેમાં સૌરાષ્ટ્રની ૮ ટીમો એ ભાગ લીધેલ હતું જેમાં ફાઇનલ મેચમાં તાલાલાના નિગ્રો ઇલેવન અને ઉપલેટાના આઈ.કે ઇલેવન પહોંચેલ હતા. જેમાં બંને ટીમો વચ્ચે ખૂબ રોમાંચક રમત થઈ હતી અને અંતમાં તાલાલાના નિગ્રો ઇલેવન વિજય થયેલ ટુર્નામેન્ટના અંતે રમતવિરોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનિત કરેલ હતા જેમાં આયોજક અને સામાજીક કાર્યકર અફઝલ પંજા,ફારૂકભાઈ મૌલાના,હાજી રિયાઝ,રફીકભાઈ મૌલાના,ફારૂક પેરેડાઈઝ,હનીફ બાગરા,હાજીભાઈ પત્રકાર,ડો.નિશાંત ચોંટાઈ,અનવર મુગલ,અલિભાઈ રામશા,ફારૂક સોરઠીયા,હાજીભાઈ એલ.કે.એલ., દિપકભાઇ દોરીયા,ખનજન જોશી,યોગેશ શિરોદરિયા, અમીન ખમ્મા, અમજદ પંજા,ગુલામ કાપડિયા,જાવેદ મુગલ, યાસીન કરવત,સાજીદ મુલ્લા,મોહસીન કાપડિયા, રફીક દિપમાંલા,તબરેઝ મલેક,દાનીશ ચાચિયા,નદીમ મુગલ,અબ્દેરેમાન એન.ડી.અને યુવા કાર્યકર્તાઓ જોડાયા હતા.