સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th October 2020

દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમી ઊત્સવ દર્શન : સવારે આઠ વાગ્યે ઠાકોરજીના ખુલ્લા પડદે પુજારી દ્ધારા સ્નાન દશઁન

 દ્વારકા તા. ૧૦ પવિત્ર પુરૂષોત્તમ માસના ઊત્સવ દર્શન દ્વારકાધીશ મંદિરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. ત્યારે તારીખ ૧૦ આઠમના દિવસે જન્માષ્ટમી ઉત્સવ પૂજારી પરિવાર ના નેતાજી, મુરલી ભાઈ વગેરે દ્વારા ભાવ, શ્રદ્ધા વચ્ચે હજારો ભાવિકોને દર્શન કરાવ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીના દર્શન બાદ સવારે આઠ વાગ્યે ભગવાન શ્રી દ્વારકાધીશના ખુલ્લા પડદે વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્નાન કરાવવામાં આવ્યું હતું. જેમાં પવિત્ર જલ તથા પંચામૃત અને અન્ય પ્રકારની પંચધારા થી ભગવાનનું સ્નાન થયુ હતુ.

 આ અલૌકિક દર્શન માં ભગવાન શ્રી દ્વારકાધીશ જી ને શંખ, ચક્ર, ગદા, કદમ ના વિશેષ શણગાર સાથે મુગટ તથા અલંકારો અને કેસરી કલરના વસ્ત્રો થી પરિધાન ભગવાન શ્રી દ્વારકાધીશના વિશેષ દર્શન નો લાભ ભાવિકોએ લીધો હતો.

    રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ના આરતી ના દર્શન  માત્ર પૂજારી પરિવાર પૂરતા મર્યાદિત,કોરોના ના કારણે કરવામાં આવ્યા હતા. તેમજ બીજા દિવસે સવારે  નોમ ના દિને ભગવાન ના દર્શન તથા ઉત્સવ યોજવામાં આવ્યા હતા.

 દેવસ્થાન સમિતિના અધ્યક્ષ શ્રી નરેન્દ્રકુમાર મીના તથા વહીવટદાર ભેટારીયા હૈ પણ જન્માષ્ટમી ઉત્સવ ના દર્શન કરી શણગાર આરતીમાં ભાગ લીધો હતો.

 એક વૈશ્વિક પરિવાર દ્વારા ઠાકોરજીને કુંડલા મનોરથ દર્શન પણ કરાવવામાં આવ્યા હતા.

(અહેવાલ :- વિનુભાઈ સામાણી,તસવીર  :- દિપેશ સામાણી.દ્ધારકા)

(9:01 am IST)