સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th October 2020

મોરબીના મચ્છુ-૩ ડેમ નજીક ડૂબી જતા અજાણ્યા પુરૂષનું મોત

 મોરબી : મોરબીના મચ્છુ ૩ ડેમ નજીક પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરૂષનું મોત નીપજયું હોય જે બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે મોરબીના આરટીઓ પાછળ મચ્છુ ૩ ડેમ નજીક પાણીમાં એક અજાણ્યો પુરુષ ડૂબ્યો હોય જે માહિતી મળતા મોરબી ફાયર ટીમના સલીમભાઈ, પેથાભાઈ, વસંતભાઈ, વસીમ, રતિલાલ અને હતેશ જેડા સહિતની ટીમ દોડી ગઈ હતી અને રેસ્કયુ ઓપરેશન ચલાવ્યું હતું જોકે અજાણ્યા પુરુષનો મૃતદેહ જ ટીમને હાથ લાગ્યો હતો બનાવને પગલે પોલીસ દોડી ગઈ હતી મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે.

(1:08 pm IST)