કોવિડ વેકસીનનું જુનાગઢમાં આગમન કલેકટર મેયરએ કર્યું સ્વાગત
જુનાગઢઃ જિલ્લામાં કોરોના વેકસીનનુ સિવીલ હોસ્પીટલ કેમ્પસ ખાતે આગમન થતા જીલ્લા કલેકટર ડો. સૌરભપારધી એસ.પી.શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી ડીડીઓ પ્રવિણ ચૌધરી મ્યુ કમિશ્નર શ્રી તુષાર સુમેરા તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ ડેપ્યુટીમેયર હિમાન્સુ પંડયા શહેર ભાજપના પ્રમુખ પુતિન શર્મા સંજય મણવર સહીતનાની ઉપસ્થિતીમાં કલેકટરશ્રી મેયર તેમજ શહેર ભાજપના પ્રમુખ સહિતનાએ આરતી પ્રાર્થના કરી શ્રીફળ અને કંકુ ચોખા કરી રસીનું સ્વાગત કર્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે જુનાગઢમાં આવેલ આ કોરોના વેકસીન ૧૧ હજાર કોરોના વેકસીન હાલ મંગાવવામાં આવેલ છે ૧૬ જાન્યુઆરીના કકરોજ વેકસીન કરવામાં આવશે જેમાં સૌ પ્રથમ હેલ્થવર્કરો બાળકો અને પ૦ વર્ષથી ઉપરના વ્યકિતઓને વેકસીન અપાશે (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)