સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી નિમીતે જામકંડોરણામાં યુગ પુરૃષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો
જામકંડોરણાઃ રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ જામકંડોરણા તાલુકા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી નિમિતે યુગ પુરૃષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૃઆત રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા દુધ સંઘના પુર્વ ચેરમેન ગોવીંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ સહીતના આગેવાનો દ્વારા સ્વામી વિવેકાનંદ તથા ભારતમાતાની પ્રતિમાને હારતોરા કરી શરૃઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકાના સ્વામી, વિવેકાનંદ યુવક મંડળના સભ્યોને રમત ગમતની કિટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, ખીમજીભાઇ બગડા, નાથાભાઇ બાલધા, કાનજીભાઇ પરમાર સહીતના આગેવાનો તેમજ તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવક મંડળના તાલુકાના સંયોજક સંતોષભાઇ રામાણીએ આભાર માન્યો હતો. (તસ્વીરઃ અહેવાલઃ મનસુખભાઇ સી.બાલધા-જામકંડોરણા)