સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

મોરબીમાં નવા ઓદ્યોગિક એકમોને વીજજોડાણ અંગે તાત્કાલિક જાણ કરવા અનુરોધ

નવા એકમોને તાત્કાલિક સિરામિક એસોને પોતાની ડીમાંડની જાણ કરાય જેથી યોગ્ય પ્લાનિંગ થઇ શકે

મોરબીમાં નવા અનેક યુનિટો નજીકના ભવિષ્યમાં આવી રહ્યા છે જે યુનિટની વીજળીની જરૂરીયાતને પહોંચી વળવા માટે ઉર્જામંત્રીના માર્ગદર્શન હેઠળ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હોય જેથી નવા એકમોને તાત્કાલિક સિરામિક એસોને પોતાની ડીમાંડની જાણ કરાય જેથી યોગ્ય પ્લાનિંગ થઇ સકે તેમ મોહનભાઈ કુંડારિયાની અખબારી યાદીમાં જણાવ્યું છે

   મોરબી સિરામિક એસોની રજૂઆતને પગલે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે મોરબીની અંદર નવી આવતી ઇન્ડસ્ટ્રીઝ અને હયાત વીજ માળખાનું તાત્કાલિક પ્લાનિંગ કરવું જરૂરી છે કેમકે મોરબીની અંદર સિરામિક અને અન્ય ઉદ્યોગના નવા યુનિટ આવી રહ્યા છે જેથી મંત્રી સૌરભભાઈ પટેલને સાંસદ તથા લોકોના પ્રતિનિધિ તરીકે રૂબરૂ લેખિત રજૂઆત કરતા મંત્રીએ અધિકારીઓની તાત્કાલિક મીટીંગ બોલાવી મોરબીમાં નવા ઉદ્યોગોને તાત્કાલિક કનેક્શન મળે તે માટે નવું નેટવર્ક પ્લાનિંગ કરવા માટેની સ્થળ વિઝીટ કરી હતી તેમજ ધારાસભ્ય, સાંસદ અને સિરામિક એસોના હોદેદારોને સાથે રાખીને તાત્કાલિક મીટીંગ કરીને સુચના આપવામાં આવી હતી .
જેથી નવા ઉદ્યોગો પ્લાનિંગમાં છે અને હયાત વીજ જોડાણમાં લોડ વધારો કરવા જઈ રહ્યા હોય ત્યારે ૧ વર્ષમાં જેઓને વીજળીની જરૂરત પડવાની છે તેઓએ તાત્કાલિક સિરામિક એસોને પોતાની ડીમાંડની જાણ કરવામાં આવે તો જેનું નવું પ્લાનિંગ કરવાનું છે તે નેટવર્કમાં ઉદ્યોગને સમાવી સકાય અને નવું પ્લાનિંગ સરળતાથી થઇ સકે જેથી ઉદ્યોગકારોએ તાત્કાલિક અમલ કરવા જણાવ્યું છે

(6:56 pm IST)