સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

ધારાસભ્ય રાધવજી પટેલ બાદ ધ્રોલ ભાજપના વધુ બે નેતા કોરોના સંક્રમિત :ચિતાની લાગણી

યાર્ડના ચેરમેન અને તાલુકાના પૂર્વ પ્રમુખને કોરોના વળગ્યો

ઘ્રોલ ભાજપ ત્રણ દિગ્ગજ નેતા કોરોના પોઝિટિવ આવતા ચિંતાની લાગણી પ્રસરી છે  પૂર્વ મંત્રી અને હાલ ૭૭ ગ્રામીણ ધારાસભ્ય રાઘવજી પટેલ ગઈકાલે કોરોનાના લક્ષણ દેખાતા તેઓએ કોરોના રિપોર્ટ કરવા માં આવ્યો હતો જે રીપોર્ટ પોઝિટિવ આવતા જામનગર જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

 આજે ધ્રોલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રસિકભાઈ ભંડેરી કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  ધ્રોલ તાલુકા પૂર્વ પ્રમુખ રાજભા જાડેજાને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાજપના કાર્યકરો સહિત ધ્રોલ વાસીઓ માં ખડખડાટ ત્રણેની હાલ તબિયત તો સારી છે પરંતુ ત્રણ દિગ્ગજ નેતાઓને કોરોના ના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યકર્તાઓ ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

(10:25 am IST)