સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

કલ્યાણપુરના માળી ગામે જુના મનદુઃખમાં હુમલો

ખંભાળીયા, તા., ૧૬: કલ્યાણપુર તાલુકાના માળી ગામ પાસે વગડીયાની સીમમાં રહેતા રામદે ખીમાણંદભાઇ જામ (ઉ.વ.૩૬) નો ગઢવી યુવાન મોટર સાયકલ લઇને વાડીએ જતો હોય ત્યારે રાણા દેવાણંદ જામ, નારૂ દેવા જામ, ેરાજ ગુસા જામ તથા ભાયા ગુસા જામ બધાએ સાથે મળી યુવાનને આંતરી તારે અહીથી નિકળવુ નહી તેમ કહી ગાળો આપી ઢીકા પાટુ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા રામદે જામની ફરીયાદનાં આધારે કલ્યાણપુર પોલીસે ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં ર૦૦૬માં આરોપી રાણા દેવાણંદ જામના સગાભાઇ અને કાકાનું મર્ડર થયું હતું તેનો આક્ષેપ કરતા તેનો ખાર રાખી હુમલો કરવામાં આવયો હોવાનું બહાર આવ્યુ઼ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડના વાગડીયા નેશમાંથી આથો ઝડપાયો

ભાણવડ પોલીસે વાગડીયા નેસમાં પાણીના વોકરા ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર પર૦૦ કિ.રૂ. ૧૦,૪૦૦નો મળી આવતા તેનો નાશ કરી તપાસ હાથ ધરતા દેશી દારૂની ભઠ્ઠી ધામણી નેશમાં રહેતા લાખા સામત રબરી અને ગડુ પાટીયા પાસે રહેતા ભના સામત રબારીની હોવાનું ખુલતા પોલીસે બન્ને શખ્સોને ફરાર જાહેર કરી ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(11:29 am IST)