સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

મોરબીમાં પ્રમાણિકતાના દર્શન : પ લાખ રોકડ ભરેલી બેગ મૂળ માલિકને પરત કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૬ : મોરબીની ધર્મલાભ સોસાયટીના રહેવાસી અને ટંકારાની બંગાવડી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ ભાવેશભાઈ કરમશીભાઈ જીવાણીને સાંજે શનાળા રોડ પર મહેશ હોટલ પાસેથી એક બેગ મળી હતી અને બેગ તપાસતા રોકડા રૂ ૫ લાખ ઉપરાંત કારની ચાવી અને ડાયરી પણ મળી આવી હતી બીજી તરફ બેગ ખોવાયેલ હોય જેથી મૂળ માલિકે સોશ્યલ મીડિયામાં મેસેજ ફરતા કર્યા હતા અને સોશ્યલ મીડિયાના માધ્યમથી બેગના મૂળ માલિકનો પત્ત્।ો લાગ્યો હતો જે બેગના મૂળ માલિક મહેશભાઈ નરશીભાઈ શેરશીયા હોય જેને ભાવેશભાઈનો સંપર્ક કર્યો હતો અને સાચા માલિકની ખરાઈ કરીને રોકડા રૂ ૫ લાખ ભરેલ બેગ મૂળ માલિકને પરત કર્યું હતુ.

૫ લાખની રોકડ રકમ ભરેલું બેગ ભાવેશભાઈ જીવાણીએ કોઈપણ લોભ લાલચ વિના પરત કર્યું હતું ભાવેશભાઈ શાળાના આચાર્ય તરીકે કાર્યરત છે અને એક શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને પ્રમાણિકતાના પાઠ શીખવતા હોય છે ત્યારે પોતે પણ પ્રમાણિકતાના સદગુણો જીવનમાં ઉતાર્યા છે અને પ્રમાણિકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

(11:36 am IST)