સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

કોરોનાના ફુંફાડા સામે સૌરાષ્ટ્રમાં સ્વૈચ્છિક લોકડાઉનના મંડાણ

જામનગર, શાપર વેરાવળ, ગોંડલ, રાજકોટ, સલાયા, ચોટીલામાં વેપારીઓ દ્વારા અડધો દિ' ધંધા-રોજગાર બંધ રહેશે

ગોંડલમાં નાની-મોટી બજાર - ગુંદાળા શેરી બંધઃ અમુક દૂકાનો ખુલ્લીઃ. ગોંડલ : કોરોનાના કેસ ગોંડલમાં વધારે આવતા ગોંડલના વેપારીએ સ્વૈચ્છીક બંધ પાળ્યો છે. નાની બજાર મોટી બજાર ગુંદાળા શેરી બંધ રહ્યા હતા જયારે અમુક વિસ્તારોની દુકાનો ખુલ્લી રહી હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ૧૬ :.. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. અને લોકો વધુને વધુ સંક્રમિત થઇ રહ્યા છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોમાં સ્વૈચ્છીક લોકડાઉનના મંડાણ કરવામાં આવ્યા છે.

જામનગર, શાપર વેરાવળ, ગોંડલ, સલાયા, ચોટીલા, રાજકોટમાં અનેક વેપારી સંગઠનો દ્વારા અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવામાં આવ્યા છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ  જામનગરમાં આજથી ગ્રેઇન માર્કેટ અડધો દિવસ લોકડાઉન રહેશે. સ્ટેશનરીની દુકાનો પણ અડધો દિવસ સ્વયંભૂ બંધ રહેશે.

ગ્રેઇન માર્કેટ અને બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળ દ્વારા તેમની જાહેરાત કરાઇ છે. ૧૬ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વયંભૂ બંધ રહેશે.

બપોરે ૨ વાગ્યા બાદ દુકાનો બંધ થશે. કોરોનાના વધતા સંક્રમણ વધતા  નિર્ણય લેવાયો છે.

જામનગર શહેરના વિવિધ એસોસીયન દ્વારા નકકી થયા મુજબ તા. ૧૬ થી ૨૦ સુધી સવારે ૮ બપોરે ૨ નિર્ણયમાં આપણાં સર્વેના હિત માટે સહકાર આપવા જામનગર બુક સેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળ દ્વારા અનુરોધ કરાયો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ શહેરની સામાજિક સંસ્થાઓ,આગેવોનો અને પ્રબુધ્ધજનો દ્વારા ગઇકાલથી આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની કરાયેલ અપીલ નાં પગલે માત્ર સોની કામનાં વેપારીઓ એ સોની બજાર સજ્જડ બંધ રાખી હતી.એ સિવાય શહેર માં લોકડાઉન ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.પંદર થી વીસ ટકા ને બાદ કરતાં શહેર ની બજારો ખુલ્લી રહેવાં પામી હતી.ચા,પાન નાં ગલ્લાં થી લઇ શોપિંગ મોલ ખુલ્લાં રહયાં હતાં.ગોંડલ માં કોરોના એ કહેર મચાવ્યો હોય તેમ એક હજાર થી વધું પોઝીટીવ કેસ નોંધાયા હોય રોજબરોજ તેમાં વધારો થતો હોય શહેરની કેટલીક સામાજિક સંસ્થાઓ, વેપારીઓ,આગેવાનો તથાં પ્રબુધ્ધજનો દ્વારા આજે મંગળવારથી આઠ દિવસ માટે સાંજ નાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉન માટે અપીલ કરાઇ હતી.પણ આ અપીલ ને નબળો પ્રતિસાદ મળ્યો છે. વેપારી વર્ગમાં એવી પણ વાત હતી કે લોકડાઉન માં ધંધા રોજગાર બંધ રહયાં બાદ હવે અર્થતંત્ર ની ગાડી માંડ પાટે ચડી હોય લોકડાઉન પોસાય તેમ નથી.

શાપર વેરાવળ

(કમલેશ વસાણી દ્વારા) શાપર વેરાવળ : શાપર વેરાવળ ગામ તેમજ ઇન્ડટ્રીઝ જોન વિસ્તાર માં કોરોના મહામારી વધી રહી હોય ત્યારે આપની તેમજ આપના પરીવારની સેફટી ધ્યાનમાં રાખીને. શાપર વેરાવળગ્રામ પંચાયત તેમજ શાપર ઇન્ડટ્રીઝ એશોસીયન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન તા ૧૭ને ગુરુવાર, થી સાંજે ૪,૦૦ પીએમ વાગ્યે સમસ્ત માર્કેટ હાલ પુરુતું કાયમી બંધ કરવામાં આવશે.

શોપ તેમજ દુકાન ખુલી રાખવાનો સમય.સવારે. ૭થી ૪:૦૦ વાગ્યાં નો સમય રહશે.

એશોસીયનના વિભાગ કપડાં. ફૂટવેર. મોબાઈલ. કરિયાણા. કોસ્મેટિક, ડેરી ફરસાણ,  ઇલેટ્રીકસ, દરજી ઈલોટોનિક. સ્ટુડિયો,  આ વિભાગને નિયમ ને આધીન પાલન કરવાનું રહશે. શોપ, દુકાન ઉપર સોશ્યલ ડિસ્ટનસ રાખવા શાપર વેરાવળ ઇન્ડટ્રીઝ એશોસીયન. શાપર વેરાવળ ગ્રામ પચાયત દ્વારા જણાવાયું છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર સહિત શહેરોમાં કોરોનાનો ચેપ વ્યાપકપણે પ્રસરી ગયો છે. અને ગંભીર વાતે એ છે કે લોકો તેમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે જીવશું તો ધંધો કરશું તે વિચાર વેપારી સંગઠનોમાં થવા લાગ્યો છે. દિવાનપરા કલોથ કાલે રાજકોટમાં માર્કેટ સજ્જડ બંધ રહી હતી. સોની બજાર અગાઉથી બંધ છે. દાણાપીઠની દુકાનો બપોરે ૩ વાગ્યે બંધ કરી દેવાય છે.

રાજકોટના સ્ટેશનરી પેપર, એન્ડ બોકસ કરચન્ટ એસો.એ જણાવ્યું કે, રાજકોટમાં કોરોનાનસ પરિસ્થિતી અત્યંત ભયજનક છે જે અનુલક્ષીને ટેલીફોનીક મીટીંગમાં હોદેદારોની મીટીંગ બાદ શહેરની સ્ટેશનરીની દુકાનો તા. ૨૬ને શનિવાર સુધી સવારે ૮થી સાંજે ૫ વાગ્યે બંધ થશે. એસો.ના સુત્રોએ જણાવ્યું કે, જેઓને સ્ટેશનરી ખરીદી હોય જે તેઓને પણ કોઇ તકલીફ પડશે નહીં અને આનાથી એટલુ ડિસ્ટન્સ જળવાશે. સંપર્ક ઓછા થશે. જામનગર સીડ્ઝ એન્ડ ગ્રેઇન મરચન્ટ્સ એસો.એ જણાવ્યું કે તમામ હોદેદારો સાથે પરામર્શ બાદ કોરોનાની સ્થિતીને કારણે તા. ૩૦ સપ્ટે. સુધી દુકાનો સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. અને ત્યારે પછી કોઇએ વેચાણ કે ડીલીવરી કરવાની રહેશે નહીં.

આ ઉપરાંત આજે સલાયામાં સંક્રમણને વધતું અટકાવવા માટે શહેરની અનાજ, કરિયાણા, કાપડ, કટલેરી, પાન-બીડી, વાસણ, દરજી કામ સહિત તમામ દુકાનનો અઠવાડિયામાં બે દિવસ રવિવાર અને સોમવાર અર્ધો દિવસ જ ખુલ્લી રહશે. તેવો નિર્ણય લેવાયો છે. જ્યારે પ્રસિધ્ધ ચામુંડા માતાજીનું યાત્રાધામ આવેલ છે. તે ચોટીલા અગાઉ મહિનાઓ સુધી કોરોના મુકત રહ્યા બાદ કોરોનાના કેસો વધીને હવે ૨૧૧ થી વધી જતા તા. ૩૦ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.

(11:32 am IST)