સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

જુનાગઢ જિલ્લામાં જુગાર દરોડા ૪૭ જુગારી શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ. ૧.૮ર લાખનો મુદ્દામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૬ :  જુનાગઢ જિલ્લાના પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ૪૭ જુગારી શખસોની રૂ. ૧.૮ર લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા શકુનીઓમાં હલચલ મચી ગઇહ તી.

ડી.આઇ.જી. મન્નીદરસિંહ પવાર અને એસ.પી. રવિ તેજા, વાસમ શેટ્ટની સુચનાથી પોલીસે જુગાડીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં શીલ પોલીસે તલોફા ગામેથી ૧૦ શખ્સોને રૂ. પ૧,૩૦૦ સાથે અને શીલની ચુડાસમા શેરીમાંથી ૪ જણાને રૂ. ૧૪,૧પ૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

તેમજ માંગરોળ મરીન પોલીસે શાપુર ગામે દરોડો પાડીને ૮ જુગારીની રૂ. ૩૪,૧૦૦ સાથે ધરપકડ કરી હતી.  વંથલીના ઝાપોદડ ગામમાંથી પોલીસે સાત જુગારીને પ૬૮પ૦ સાથે, ચોરવાડના સમાઠીયાળા ખાતેથી ૬ જણાને રૂ. ૧પ,૬૦૦ સાથે કેશોદના ચર ગામમાંથી પણ ૬ શખ્સને રૂ.૬૦૪૦ સાથે અને માણાવદરના સણોસર ગામેથી પોલીસે પાંચ ઇસમને રૂ. ૪૧૧૦ સામે જુગાર રમતા પકડી પાડયા હતા.

(12:54 pm IST)