સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

ભચાઉના ચોબારી પંથકમાં રોગચાળાથી ૭૦ જેટલી ભેંસના મોત : પશુપાલકોમાં અરેરાટી

(ભુજ) કચ્છમાં વરસાદ પછી ઘેટા, બકરા, ઉંટ અને હવે ભેંસમા રોગચાળો દેખાતા પશુપાલકોમાં ચિંતા છે. ભચાઉના ચોબારી પંથકમાં રોગચાળાને પગલે ૭૦ જેટલી ભેંસના મોત નીપજ્યા છે. 

સરપંચ વેલજીભાઈ આહિરના જણાવ્યા પ્રમાણે વિચિત્ર રોગચાળાથી ભેંસ ટપોટપ મરી રહી છે. અહી ઘેર ઘેર ભેંસ છે. ૬૦ હજારથી માંડીને ૨ લાખ રુ. સુધીની ઊંચી નસલની ભેંસના મોતથી પશુપાલકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.

(10:18 am IST)