સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

રીબડા ચોકડી પાસે કારે બાઈકને અડફેટે લેતા દંપતી ખંડિત

ગોંડલ,તા.૧૭ : તાલુકાના ગરનાળા ગામે રહેતા અને રામજી મંદિરની સેવા પૂજા કરતા પીતામ્બરભાઈ કાનદાસ ભાઈ નિમાવત ઉંમર વર્ષ ૪૯ તેમજ તેમના પત્ની કૈલાશબેન પોતાના મોટરસાયકલ GJ3HD3474 પર પસાર થઇ રહ્યા હતા ત્યારે  હાઈવે રીબડા ચોકડી પાસે i20 GJ03HK0045 ના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં કૈલાશબેનનું મોત નિપજતા દ્યટના અંગેની તપાસ ગોંડલ તાલુકા પોલીસને હાથ ધરી હતી. અકસ્માતમાં ખંડિત થયેલ દંપતિ ને બે દીકરી અને એક દીકરો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(12:04 pm IST)