સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

મોરબીના લાયન્સનગરમાં ગટરના ગંદા પાણીમાંથી નીકળી સ્મશાન યાત્રા

મોરબી,તા.૧૭:  શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં શેરી નં.૧ રહેતા એક વ્યકિતનું કોઈ બીમારીના કારણે મૃત્યુ થયેલ હતું. ત્યારે તેમની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. પરંતુ લાયન્સ નગરના મેઈન રોડ ઉપર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે. આવા રસ્તાઓમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં પણ દ્યણી મુશ્કેલી પડી હતી અને આવા ગટરના ગંદા પાણીમાંથી ચાલવું પડ્યું હતું. જેથી, સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારી દ્વારા તંત્રએ યોગ્ય કામગીરી કરી વહેલામાં વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.

નવયુગ સાયન્સ સ્કૂલનો વિધાર્થી જીલ્લામાં પ્રથમ નંબરે

નવયુગ સાયન્સ સ્કુલ વર્ષ-૨૦૨૦ના સાયન્સના રિઝલ્ટ (બોર્ડ, JEE (Jan.), ગુજકેટ)માં જિલ્લા પ્રથમ બાદ JEE (મેઇન્સ) – ૨૦૨૦ માં પણ સમગ્ર મોરબી જિલ્લા પ્રથમ આવી છે. નવયુગ સાયન્સ સ્કુલના વિદ્યાર્થી બેડીયા મિતેશે થ્ચ્ચ્ (મેઇન્સ)માં ૯૮.૫૭ પી આર મેળવીને શાળાનું નામ રોશન કર્યું છે.

(1:13 pm IST)