સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

રાપરના ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા બ્રાહ્મણ વિરોધી પોસ્ટના કારણે થયાનો ઘટસ્ફોટ

જમીન વિવાદના કેસ સંદર્ભે નહિ પરંતુ ફેસબૂકમાં બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ હત્યા માટે કારણભૂત

રાપર : કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા રાપરના ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. જમીન વિવાદના કેસ સંદર્ભે નહિ પરંતુ ફેસબૂકમાં બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકવાના મનદુઃખે આરોપી ભરત રાવલે વકિલ દેવજીભાઈને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સીટની તપાસમાં સામે આવ્યુ છે

  . પ્રાપ્ત માહિતી મુજબ 25 સપ્ટેમ્બરના સાંજે રાપરના ધારાસભ્યના કાર્યાલય નીચે સરાજાહેર છરીના ઘા ઝીંકીને વકીલ દેવજીભાઈને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડતા કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરાયો હતો. આ કેસમાં મૃતકની પત્ની દ્વારા નવ આરોપીઓ સામે નામ જોગ પોલીસ ફકરિયાદ દાખલ કરાઈ હતી. જેમા જમીન વિવિદના કેસના કેસ સંદર્ભે હત્યા થઈ હોવાનું જણાવાયુ હતુ. જો કે રેન્જ આઈજીપી જે.આર મોથલિયાના વડપણ હેઠળ રચાયેલી સીટની તપાસમાં સામે આવ્યુ છે, કે વકીલ દેવજીભાઈ મહેશ્વરી તેમના ફેલસબૂક એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકતા હતા. જે અંગે આરોપી ભરત રાવલે દેવજીભાઈને ફોન કરી ફોનમાં ઉગ્ર બોલાચીલી કરી હતી હતી. અને બ્રાહ્મણ જ્ઞાતિ વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાના મન દુઃખે દેવજીભાઈનું ખુન થયુ હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

  આ ગુનામાં હાલ સુધી મુખ્ય આરોપી સિવાય ફરિયાદમાં જણાવેલા નામ વાળા આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી છે કે કેમ તે દિશામાં ન્યાયિક તપાસ ચાલુમાં હોવાનું સીટની યાદીમાં જણાવાયુ હતુ.

(10:46 pm IST)