સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

ભાવનગરમાં અચાનક વરસાદથી યાર્ડમાં રહેલા ખેડૂતોની 10 હજાર મગફળીની ગુણી પલળી ગઈ

ખેડૂતોના ઉભા પાકને પણ ભારે નુક્સાન થયું

ભાવનગરમાં અચાનક પડેલા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ભાવનગરમાં માર્કેટ યાર્ડમાં રહેલા ખેડૂતોની 10 હજાર મગફળીની ગુણી પલળી ગઈ છે. ખેડૂતોનો આરોપ છે કે 18 હજાર ગુણીની આવક થતા તેને રાખવા માટે શેડ નહીં હોવાથી નુકસાન થયું છે. આ તરફ ખેડૂતોના ઉભા પાકને પણ ભારે નુક્સાન થયું છે.

(6:16 pm IST)