News of Sunday, 18th October 2020
મોડીસાંજે જેતપુરમાં મેઘરાજા નો બીજો રાઉન્ડ શરૂ:. બાપોરના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી
ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ત્રાટકતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો
જેતપુરમાં મેઘરાજા નો બીજો રાઉન્ડ શરૂ થયો છે . હાલ મહામારી ના કારણે શેરી ગરબીમાં માત્ર આરતીનું આયોજન કરવાનું નક્કી કરાયું હોય આજે આરતીની તૈયારી શરૂ થાય તે પહેલાં મેઘરાજા એ બાપોરના વિરામ બાદ ફરી બીજો રાઉન્ડ શરૂ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ત્રાટકતા જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.
(8:05 pm IST)