સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

મોરબીના નાની વાવડી ગામે એક મકાન પર વીજળી પડી : ઘરની છત અને વીજળીના ઉપકરણોને નુકશાન

મોરબીના નાની વાવડી ગામના મકાન પર વીજળી પડી હતી જેના પગલે વીજઉપકરણોને નુકશાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

મોરબીના નાની વાવડી ગામના બજરંગ સોસાયટીના એક મકાનમાં આજે વીજળી પડી હતી સાંજના સુમારે શરુ થયેલ વરસાદ અને ગાજવીજ બાદ મકાન પર વીજળી પડી હતી જેના પગલે ઘરની છતમાં નુકશાન થવા પામ્યું હતું તો આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકશાન થયું હતું બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી જેથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો

(8:12 pm IST)