સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 18th October 2020

સૌરાષ્ટ્રમાં મેઘરાજા બેફામ વરસ્યા : અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ખેડૂતો ચિંતિત

સિહોરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો :ભાવનગર- અમરેલી-મોરબી સુરેન્દ્રનગર કચ્છ સહિતના જિલ્લામાં દોઢથી બે ઇંચ વરસાદ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ફરી પાછો વરસાદ ત્રાટક્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્રમાં જોવાઈ છે. સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.રાજકોટમાં અચાનક જ સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વરસાદી ઝાપટુ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ બફારાથી છૂટકારો મેળવ્યો હતો  ભાવનગર જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડતા રસ્તા પર ભાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી બફારાનું પ્રમાણ વધ્યુ છે. તેના પગલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, ગારિયાધાર, પાલિતાણા, મહુવા, તળાજા, ઘોઘા સહિતના તાલુકોણાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ અચાનક ભારે વરસાદ વરસ્યો હતો. તેના પગલે શહેનરા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે

 

ભાવનગર અને સિહોરમાં અઢી અને પોણા ચાર ઇંચ વરસાદ બન્યો છે. જ્યારે ગીર-સોમનાથમાં પણ એક ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના વીસ  તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.વરસાદના લીધે મગફળી અને કપાસના ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. હાલમાં મગફળી કાઢવાની સીઝન ચાલી રહી છે. બીજી તરફ વરસાદી મગફળીનો તૈયાર પાક પલળી રહ્યો છે. ખેડૂતોને પણ ચિંતા છે કે કપાસમાં આવેલો ફાલ સતત વરસાદ ચાલુ રહે તો ખરી જાય અને તેના કારણે કપાસનો પાક બળી જવાની ભીતિ છે.

આ સિવાય મોરબી, સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડ્યો હતો. મોરબીના ગ્રામીણ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં કમોસમી વરસાદથી ઊભા પાકને નુકસાન થયુ હતુ. મોરબીના એક ગામમાં વીજળી પડતા એક મહિલાનું મોત થયુ હતુ. રાજકોટના ધોરાજીમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

કચ્છના રાપર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના ભેંસાણ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો હો. આણંદના ખંભાત તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો હોત. રાજકોટના જેતપમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ઘોઘાામાં 1.6 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 20 તાલુકમાં વરસાદી માહોલ છે. ભાવનગરના શિહોરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જેતપુર અને માણાવદરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.  આ ઉપરાંત ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.

(10:08 pm IST)