સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જૈનાચાર્ય કલાપ્રભસૂરીશ્વરજી ગાંધીધામમાં કાળધર્મ પામ્યા

શ્વેતાંબર જૈન સમાજના ભારતના સૌથી મોટા આચાર્યના મહાપ્રયાણથી સમાજને મોટી ખોટ : ૧૬ આચાર્ય, ૮૦૦થી વધુ સાધુ સાધ્વી ભગવંતોના મહાનાયક

(વિનોદ ગાલા) ભુજ તા. ૨૧ : જૈનાચાર્ય ગચ્છાધિપતિ પ.પૂ. વિજય કલાપૂર્ણસુરીશ્વરજી મહારાજ ગાંધીધામ મધ્યે સમાધિપુર્વક કાળધર્મ પામ્યા છે.

ભારતભરના ત્રીજા નંબરના સૌથી મોટા એવા વાગડ સમુદાયના ગચ્છાધિપતિ અને ૧૬ આચાર્ય તેમ જ ૮૦૦થી વધુ સાધુ સાધ્વી ભગવંતોના મહાનાયક એવા આચાર્યશ્રી પ.પૂ. કલાપ્રભસુરીશ્વરજીના મહાપ્રયાણથી સમસ્ત જૈન સમાજને મોટી ખોટ પડી છે. તેમણે માત્ર ૧૧ વર્ષની વયે દિક્ષા ગ્રહણ કરી હતી. પૂજયશ્રી ૬૦થી વધુ વર્ષનો દિક્ષા પર્યાય પાળીને અંદજિત ૭૧ વર્ષની વયે કાળધર્મ પામ્યા છે.

ભુકંપ બાદ તહસનહસ થયેલા કચ્છના વાગડ પંથકમાં ગામડે ગામડે ફરીને અનેક જિનાલયો તેમ જ ઉપાશ્રયો સહીત સામાજિક પ્રતિષ્ઠાનોને પુનઃ ઉભા કરવમાં પૂજયશ્રીનું મહત્વનું યોગદાન હતું.

(11:52 am IST)