સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

ગોંડલ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ

જગ્યાનાં અભાવે લેવાયો નિર્ણય

ગોંડલ, તા.૨૧: સૌરાષ્ટ્રનાં અગ્રીમ ગણાતાં માર્કેટ યાડમાં લાભ પાંચમથી શરૂ થયેલી મગફળીની આવક શુક્રવાર રાતથી બંધ કરાઇ છે.બે દિવસથી મગફળી ની એકલાખ ગુણીની આવક થતાં યાર્ડમાં જગ્યાનાં અભાવે ભરાવો થતાં યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ વેંચાણમાં ઘટાડો થવાં પામ્યો છે. બીજી બાજું યાર્ડનાં સેડ ભરચક હોય મગફળી ની આવક બંધ કરાઇ છે. જે નવી જાહેરાત નાં થાય ત્યાં સુધી બંધ રહેશે તેવું યાર્ડનાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા દ્વારા જણાવાયું છે.

(11:44 am IST)