સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

શિયાળાના પ્રારંભે ઠંડો પવન : નલીયા ૮.૮, રાજકોટ -૧૧.૨ ડિગ્રી

દિવસે પણ હવે ગરમીમાં ઘટાડો : મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક વધુ

રાજકોટ,તા. ૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં શિયાળાના પ્રારંભે ઠંડા પવન ફૂંકાતા ઠંડકની અસર વધવા લાગી છે. આજે સૌથી નીચુ લઘુતમ તાપમાન કચ્છના નલીયામાં ૮.૮ ડિગ્રી રહ્યું હતું જ્યારે રાજકોટમાં પણ ઠંડીની અસર વધુ અનુભવાઇ રહી છે. રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે કેશોદમાં ૧૨.૫ ડિગ્રી અમરેલીમાં ૧૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

દરરોજ મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંકડનો અનુભવ વધુ થઇ રહ્યો છે જો કે એકાદ બે દિવસથી દિવસના સમયે પણ ગરમીની અસરમાં ઘટાડો થયો છે અને શિયાળા જેવા વાતાવરણનો અહેસાસ થવા લાગ્યો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. (૨૨.૨૧)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૬.૦ ડિગ્રી

ડીસા

૧૪.૪ ,,

વડોદરા

૧૫.૨ ,,

સુરત

૧૮.૪ ,,

રાજકોટ

૧૧.૨ ,,

કેશોદ

૧૨.૫ ,,

ભાવનગર

૧૫.૪ ,,

પોરબંદર

૧૫.૫ ,,

વેરાવળ

૧૮.૯ ,,

દ્વારકા

૧૭.૮ ,,

ઓખા

૨૨.૯ ,,

ભુજ

૧૪.૬ ,,

નલીયા

૮.૮ ,,

સુરેન્દ્રનગર

૧૫.૮ ,,

ન્યુ કંડલા

૧૫.૦ ,,

કંડલા એરપોર્ટ

૧૩.૧ ,,

અમરેલી

૧૬.૪ ,,

ગાંધીનગર

૧૩.૫ ,,

મહુવા

૧૪.૩ ,,

દિવ

૧૬.૪ ,,

વલસાડ

૧૫.૫ ,,

વલ્લભવિદ્યાનગર

૧૬.૦ ,,

(11:54 am IST)