સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd October 2020

દેવળા-ધારી વચ્ચે બાઇક અકસ્માતમાં ધારીના યુવાન રમેશ ચુડાસમાનું મોત

કામેથી ઘરે આવતી વખતે રસ્તામાં ખોડિયાર મંદિર પાસે બનાવ

રાજકોટ તા. ૨૨: અમરેલીના ધારીમાં રહેતાં રમેશ દુલાભાઇ ચુડાસમા (ઉ.વ.૨૮)નું વાહન અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

ધારી રહેતો રમેશ દુલાભાઇ ચુડાસમા ૧૫/૧૦ના સાંજે છએક વાગ્યે દેવળા ગામથી બાઇક હંકારી ધારી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ખોડિયાર મંદિર પાસે સામે બીજુ બાઇક અથડાતાં રમેશ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મોત નિપજ્યું હતું.

રમેશ ત્રણ ભાઇમાં નાનો અને અપરિણિત હતો. તે ફેબ્રીકેશનનું કામ કરતો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી ધારી પોલીસને જાણ કરી હતી.

(11:40 am IST)