તળાજાના શિક્ષિકાએ કોન બનેગા કરોડપતિમાં હોટશીટ પર બેસી પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ
ભાવનગર, તા.૨૨: ભાવનગર જિલ્લાના તળાજા ના જસપાર (માંડવા) ના શિક્ષિકા દક્ષાબેન રાણાભાઈ પરમાર ગઈકાલે રાત્રે પ્રકાશિત થયેલ કોણ બનેગા કરોડપતિ માં વિજેતા બની અમિતાભ બચ્ચન સામે હોટશીટ પર બેસવાની સિદ્ઘિ હાંસલ કરી હતી. હોટ શીટ પર બેસતા પહેલા શિક્ષિકા ભાવુક થયા હતા. તેઓ તેમના સ્વર્ગીય પિતાનો ફોટો સાથેલેતા ગયા હતા. કેમરા સામે ફોટો રાખી તેઓએ પોતાના પિતા રાણાભાઈ નું સ્વપ્ન હતુંકે અમિતાભ બચ્ચન સામે કેબીસી માં જઇ હોટશીટ પર બેસે.જે આજે પૂર્ણ કરીને તેઓએ પિતાને સાચી શ્રદ્ઘાંજલિ પાઠવી રહી છું નું સજળ નયને કહયુ હતું.
દક્ષાબેન પતિ જયેશભાઇ સાથે આવ્યા હતા. દક્ષાબેન પર કેબીસી દ્વારા બનાવેલ વિડીઓ પર દિયર ને પતિ દ્વારા એક કિડની ડોનેટ કરવામાં આવી હતી.ભાઈએ ભાઈ ની કરેલી મદદ ની અમિતાભ બચ્ચને પ્રસંશા કરી હતી.
દક્ષાબેન ચારેય લાઈફ લાઈન ના ઉપયોગ સાથે આઠ પ્રશ્ન ના સાચા જવાબ આપી શકયા હતા. એંશી હજાર જીત્યા હતા. નવમાં પ્રશ્ન નો જવાબ ખ્યાલ ન હોય રમત છોડી હતી.