સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd November 2020

સર્વત્ર ઠંડીનો માહોલ યથાવત : કચ્છના નલિયામાં ૯ ડિગ્રી : રાજકોટમાં ૧૪.૯ ડિગ્રી : આજે સવારે ગુજરાતના સાત શહેરો માં તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળાનો માહોલ જામતો જાય છે. આજે પણ સવારથી સર્વત્ર ઠંડીનો માહોલ યથાવત છે.કચ્છના નલિયામાં ૯ ડિગ્રી , રાજકોટમાં ૧૪.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. આજે સવારે ગુજરાતના સાત શહેરો માં તાપમાન ૧૫ ડિગ્રીથી નીચે રહ્યું છે.

મોડીરાત્રીના અને વહેલી સવારે ઠંડીની વધુ અસર હોવાથી લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાઈ જાય છે. જ્યારે ઠંડીના કારણે મોડી રાત્રીના રસ્તાઓ સૂમસામ બની જાય છે. વહેલી સવારે પણ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને બહાર નીકળે છે. અને ઠંડીથી બચવા પ્રયત્ન કરે છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ  ઠંડીમાં સામાન્ય રાહતનો અનુભવ થાય છે જોકે છેલ્લા બે-ત્રણ દિવસથી બપોરે પણ ગરમીનો અનુભવ થતો નથી. અને શિયાળા જેવું વાતાવરણ છવાયેલું રહે છે.

ક્યાં કેટલું લઘુતમ તાપમાન 

અમદાવાદ

૧૬.૦ ડિગ્રી

ડીસા

૧૨.૭ ડિગ્રી

વડોદરા

૧૫.૨ ડિગ્રી

સુરત

૧૯.૪ ડિગ્રી

રાજકોટ

૧૪.૯ ડિગ્રી

કેશોદ

૧૨.૯ ડિગ્રી

ભાવનગર

૧૫.૪  ડિગ્રી

પોરબંદર

૧૫.૮ ડિગ્રી

વેરાવળ

૧૮.૦ ડિગ્રી

દ્વારકા

૧૯.૦ ડિગ્રી

ઓખા

૨૨.૨ ડિગ્રી

નલિયા

૯.૦ ડિગ્રી

ભુજ

૧૫.૨ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૬.૫ ડિગ્રી

ન્યુ કંડલા

૧૪.૦ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૨.૨ ડિગ્રી

અમરેલી

૧૬.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૩.૭ ડિગ્રી

મહુવા

૧૫.૩ ડિગ્રી

દીવ

૧૩.૦ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૫.૨ ડિગ્રી

(11:01 am IST)