સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

માળિયા ગેરકાયદેસર કોલ સેન્ટરની તપાસ એલસીબી ટીમને સોપાઇ

આરોપીના કોવીડ ટેસ્ટ રીપોર્ટ આવ્યા બાદ રિમાન્ડ માટે રજુ કરાશે

 (પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૨૩ :  માળીયાના મોટી બરાર નજીક ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટર પર દરોડો કરીને પોલીસે નવ ઇસમોને દબોચી લીધા હતા અને લેપટોપ સહિતનો મુદામાલ જપ્ત કરાયો હોય ત્યારે બનાવની વધુ તપાસ એલસીબી ટીમને સોપવામાં આવી છે તો આરોપીના કોવીડ રીપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાશે 

માળિયાના મોટી બરાર ગામ પાસે એકલિંગ પેટ્રોલપંપ નજીક આવેલ બે માળના મકાનમાં કોલ સેન્ટર ચાલતું હોય જ્યાંથી યુકેના નાગરિકોને કોલ કરીને નાણા ખંખેરતા હોવાની બાતમી મળતા માળિયા પીએસઆઈ એન એચ ચુડાસમાની ટીમે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી આરોપી વિકાસ સુરેન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતું સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસિંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રૂબન ટોપનો, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટભાઈ પટેલ અને રીમાબેન દિનેશકુમાર સોલંકી એમ નવ ઇસમોને ઝડપી લીધા હતા તેમજ સ્થળ પરથી મોબાઈલ, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો માળિયા પોલીસ ટીમે આરોપીને દબોચી લઈને મોબાઈલ, લેપટોપ, સહીત ૧.૭૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો જે ગેરકાયદેસર કોલ સેન્ટર મામલે વધુ તપાસ મોરબી એલસીબી ટીમને સોપવામાં આવી છે તો તમામ આરોપીના કોવીડ ટેસ્ટ કરી રીપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રીમાન્ડની માંગણી સાથે રજુ કરાશે.

(11:44 am IST)