સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 23rd January 2021

લાઠીના ટોડામાં તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૩ :.. લાઠી તાલુકાના ટોડા ગામે જરખીયા જવાના રસ્તે પુલ નીચે સુરગપરા ગામના સુનિલભાઇ વસુનીયાભાઇ કનાસીયા ઉ.રપ નો પગ લપસવાથી પાણીમાં પડી જતાં યુવાનનું ડૂબી જવાથી મોત નિપજેલ. તેમની લાશની શોધખોળ તરવૈયાઓની મદદથી શોધી કાઢી પીએમમાં દવાખાને ખસેડવામાં આવી હતી. અને ડૂબી જતાં મોત નિપજયાનું રામલાલભાઇ કનાસીયાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

વાડીયાના મેઘા પીપળીયામાં યુવાન ઉપર હૂમલો

વડીયાના મેઘા પીપળીયા ગામે રહેતા અનિલભાઇ સવજીભાઇ પીપળીયા ઉ.૩૧ ભાડેથી ટ્રેકટરથી ખેતી કામ કરતા હોય. સુરેશ જગુ છૈયા પાસે પણ ટ્રેકટર હોય જેથી સારૂ નહીં લાગતા પોતે બુલેટ લઇ અનિલભાઇ ટ્રેકટર વડે કપાસની સાઠીઓ કાઢતા હોય ત્યાં જઇ ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલીમાં યુવાન ઉપર હૂમલો

અમરેલી સંકુલ પાછળ આવેલ કૃષ્ણાપાર્કમાં પાર્થભાઇ રાવતભાઇ આહીર ઉ.૧૮ પોતાના ઘરે હતાં. ત્યારે પિતા રાવતભાઇ ઘરની બાજુમાં ગટરનું કામ શરૂ હોય જેમાંથી ધુળ તથા પથ્થર નીકળતા રસ્તામાંથી સાઇડમાં નાખતા હોય. જેથી સારૂ નહીં લાગતા, દાનાભાઇ, મેરામભાઇ, પદુભાઇએ ગાળોબોલી પાર્થભાઇને તલવાડ વડે તેના માતા-પિતાને ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:03 pm IST)