સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 23rd November 2020

જામનગરના લાખાબાવળની સીમમાં દારૂની ૫૧૬ બોટલ સાથે ૩ શખ્સોની ધરપકડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૩ :. જીલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સૂચના તથા એલ.સી.બી.ના પો. ઈન્સ. કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઈ. આર.બી. ગોજીયા તથા પો.સ.ઈ. બી.એમ. દેવમુરારી તથા એલ.સી.બી. પોલીસ  સ્ટાફના માણસો જામનગર તાલુકા વિસ્તારમાં પ્રોહી. જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા.

એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પ્રતાપભાઈ ખાચર તથા હરદીપભાઈને મળેલ હકીકત આધારે આરોપીની લાખાબાવળ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાંથી આરોપી (૧) સહદેવસિંહ દિલીપસિંહ જાડેજા રહે. ગામ લાખાબાવળ આઈડીયા ટાવરની બાજુમાં તા. જી. જામનગર (૨) શકિતસિંહ ભુરૂભા પરમાર રહે. ગામ લાખાબાવળ આઈડીયા ટાવરની બાજુમાં તા.જી. જામનગર (૩) જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા રહે. રેલ્વે સ્ટેશન સામે લાખાબાવળ તા.જી. જામનગરવાળા મોટી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૦૬ કિં. રૂ. ૧,૨૨,૪૦૦ તથા નાની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૨૧૦ કિં. રૂ. ૨૧૦૦૦ તથા મોબાઈલ ફોન-૩ કિં. રૂ. ૩૦,૦૦૦ તથા દારૂની બોટલના વેચાણના રોકડ રૂ. ૨૮,૮૦૦ મળી કુલ રૂ. ૨,૦૨,૨૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા પોલીસ હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઈ. બી.એમ. દેવમુરારીએ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ સપ્લાયર (૧) પ્રવિણસિંહ સ્વરૂપસિંહ રહે. ગોવિંદપર ગામ કચ્છ (૨) વિપુલસિંહ જાડેજા રહે. કાનાસિકારી તા. લાલપુર જિ. જામનગરવાળાને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો. ઈન્સ. કે.જી. ચૌધરીની સૂચનાથી એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.

(12:49 pm IST)