ધોરાજીના પીપળીયા ગામે યૂવક પર છરી વડે હૂમલો: ગંભીર ઈજા થતા વધુ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાયો
ધોરાજી: મૂજબ ધોરાજી ના પીપળીયા ગામે કારખાના માં મજૂરી કામ કરતા વિરા લાખાભાઈ રાજગોર (ઉ,વ, 25) નામના યૂવક ઉપર કોઈ શખ્સે છરી વડે હૂમલો કરી ને ગંભીર ઈજા કરતાં 108 એબ્યૂલન્સ ની ટીમે સારવાર મા ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર મા લાવતાં ફરજ પર ના તબીબે પાથમીક સારવાર આપીને વધૂ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખાતે સારવાર મા ખસેડાયેલ છે આ અંગે પોલીસે વધૂ તપાસ હાથ ધરી છે .
આ મામલે ઇજાગ્રસ્ત યુવક વિરાભાઈના પત્ની કિરણબેનએ મીડિયા સમક્ષ જણાવેલકે તેમના અગાઉ એક લગ્ન થઈ ચૂક્યા હતા. ત્યાંથી છૂટું થયા બાદ વિરાભાઈ સાથે લગ્ન કર્યા હતા. તેમના પેહલા પતિએ ધારદાર હથિયાર વડે ઇજા પહોંચાડી હોવાનું મહિલાએ જણાવ્યું હતું.
આ બનાવ સંદર્ભે પાટણવાવ પીએસઆઇ વાઈ બી રાણા તાત્કાલિક ધોરાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.