સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th January 2021

જુનાગઢ સહિતના નજીકના ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

તાલાલાથી ૯ કિ.મી. દૂર કેન્દ્રીય બિંદુ નોંધાયું

જુનાગઢ નજીકના કેટલાક ગામમાં રવિવારે સવારે 8:57 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. જુનાગઢના ગીર ગામના ગામમાં 2.4 તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી 9 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જુનાગઢના આજુબાજુના વિસ્તાર જલંધર, લાડુડી, દેવગામ, કાત્રાસા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવાર-સવારમાં ભૂકંપનો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

(12:03 pm IST)