સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

મોરબીમાં ૫ પોલીસ કર્મચારીનું સન્માન

મોરબી :જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા દર વર્ષે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીઓ તેમજ પોલીસ કમચારીઓના સન્માન કરાતા હોય છે જોકે હાલ કોરોના મહામારીને પગલે જાહેર સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો અને આજે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા અને રામભાઈ મહેતા સહિતના અગ્રણીઓએ એસપી કચેરી ખાતે પાંચ પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા.મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આજે જીલ્લા એસપીના હસ્તે મહિલા પોલીસ મથકના નેહલબેન ખડીયા, દિનેશભાઈ દવે, ટ્રાફિક શાખાના ચંદુભાઈ બાવરીયા, એ ડીવીઝન પોલીસ મથકના નિર્મળસિંહ જાડેજા અને ટ્રાફિક શાખાના જીતેન્દ્રભાઈ ગઢવી એમ પાંચ પોલીસ કર્મચારીને સન્માનિત કરાયા હતા. તે તસ્વીર.

(10:07 am IST)