સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ભોજવા ગામ પાસે ઇકો કારની ટક્કરે એકિટવા ચાલક શિક્ષિકાનું મોત

સ્કૂલ તરફ જઇ રહ્યા હતા : ઇકો ચાલક ભાગી છૂટ્યો

વઢવાણ તા. ૨૪ : વિરમગામ માંડલ હાઇ-વે ઉપર ભોજવા ગામ નજીક ઇકો ગાડીના ચાલકે પુરઝડપે હંકારી એકિટવાચાલક શિક્ષિકાને અડફેટે લેતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું. અકસ્માત બાદ ઇકો ચાલક નાસી છૂટયો હતો જે અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

અલીગઢ વિસ્તારમાં રહેતા માસુમાબેન આસીફભાઈ કપાસી (ઉ.વ.- ૨૭) ત્રિપદા ગુરૂકુલ સ્કૂલમાં એકિટવા લઈને ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે ભોજવા પાસે ઇકોના ચાલકે આગળ જઈ રહેલા માસુમાબહેનના વાહનને ટક્કર મારતા માથાના ભાગે અને મોઢાના ભાગે ઈજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજાવી ઇકો ગાડીનો ચાલક નાસી છૂટયો હતો.આ બનાવની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી લાશનો કબજો લઈ પી.એમ.ની તજવીજ હાથ ધરી હતી.

(11:48 am IST)